આલુ બિરયાની

(0 reviews)
આલુ બિરયાની

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ચોખાને અડધો કલાક પાણીમાં પલાળી રાખવા. એક તપેલીમાં પાણી ભરી, થોડું મીઠું નાંખી, ઊકળે એટલે ચોખા ઓરી દેવા. કડક બફાય એટલે ચાળણીમાં મૂકી રાખવા.

    બટાકાને સાધારણ કડક બાફી, છોલી તેના નાના કટકા કરી તેલમાં તળી લેવા. તેમાં દહીં, મીઠું, હળદર અને થોડી ખાંડ નાંખી અડધો કલાક રહેવા દેવું.

    એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું બારીક કચુંબર નાંખવું. સાધારણ સાંતળી તેમાં મરચાના કટકા, લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાંખવી. પછી ટામેટાના ઝીણા કટકા નાંખી સાંતળવા. તેમાં મીઠું, હળદર, જીરું નો પાઉડર, ધાણાનો પાઉડર, ગરમ મસાલો અને દહીં સાથે બટાકા નાખવા. થોડીવાર હલાવી પછી ઉતારી ભાત મિક્સ કરવો.

    એક બેકિંગ બાઉલને માખણ લગાડી, તેમાં બિરીયાની ભરવી. ઉપર માખણ અને લીલા ધાણા નાખવા. પ્રિહીટેડ ઓવનમાં 2000 ફે. તાપે 10 મીનીટ રાખી બરાબર સિઝાય એટલે કાઢી લેવી.

You may also like