પનીર કોફ્તા કરી

(0 reviews)
પનીર કોફ્તા કરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને બાફી, છોલી, માવો કરવો. વટાણાને વરાળથી બાફી, મસળી લેવા. પનીરને છીણી લેવું. બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાં આદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને કોર્નફ્લોર નાંખી, કણક તૈયાર કરી, તેમાંથી નાના ગોળા વાળી, દાબી, કોફ્તા તૈયાર કરી, ઘી અથવા તેલમાં તળી લેવા. નાળિયેરના ખમણમાં 1 કપ ગરમ પાણી નાંખી, થોડી વાર રહેવા દેવું. પછી લિક્વિડાઈઝરમાં વાટી, ગાળી નાળિયેરનું દૂધ તૈયાર કરવું. નાળિયેરનું તૈયાર દૂધ પણ મળે છે તો તેનો ઉપયોગ કરી શકાય.

    એક વાસણમાં ઘી મૂકી, વાટેલો મસાલો અને સૂકો સાંતળવો. પછી તેમાં મીઠું, નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોરને દૂધમાં મેળવી નાંખવો. તાપ ધીમો રાખવો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે કોફ્તા નાંખી ઉતારી લેવું. લીંબુનો રસ, લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખવું. પીરસતી વખતે ઉપર મલાઈ નાંખવી

You may also like