આલુ ચાટ

(0 reviews)
આલુ ચાટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને પાણીમાં મીઠું નાખી માત્ર છાલ ઉખડે એટલાં જ એટલે કડક બાફવા. પછી છોલી તેના ઉપરની જાડી ચકતી કાપી લેવી.વચ્ચેથી બટાકાનો માવો કોરીને કાઢી લેવો. એટલે બટાકાના કપ તૈયાર થશે પછી તેને તેલમાં બદામી તળી લેવાં.

    ફણગાવેલા મગને વરાળથી કડક બાફી લેવા. એખ વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર નાખવું. પછી મગ, મીઠું, વાટેલાં આદુ-મરચાં, ખાંડ નાખી, બરાબર મિક્સ થાય એટલે ઉતારી, તેમાં કોપરાનું ખમણ, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખવો. બટાકાના કપમાં મગનું પૂરણ ભરી, ઉપર લાલ ચટણી રેડવી. તેના ઉપર દહીંનો મસ્કો મૂકવો. ઉપર સજાવટ માટે લાલ-લીલી-પીણી બુંદી મૂકવી. એક ડિશમાં બે અાલુ કપ મુકી તેની આજુબાજુ મગનો મસાલો પાથરવો. તેના ઉપર ચણાની સેવ ભભરાવવી. તેના ઉપર લાલ ચટણી રેડવી. છેલ્લે લાલ-લીલી-પીળી બુંદીથી સજાવટ કરી ડિશ સર્વ કરવી.

You may also like