ભાખરી સેન્ડવિચ

(0 reviews)
ભાખરી સેન્ડવિચ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કોરી કરી, ઝીણી વાટવી. એક વાસણમાં તેલ મૂકી,તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે અાદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું, મરચું, ખાંડ, ચણાની દાળ, તલ અને કોપરાનું ખમણ નાંખવું. તાપ ધીમો રાખવો. બરાબર થઈ જાય એટલે ઉતારી, લીલા ધાણા અને લીંબુનો રસ નાંખી, હલાવી ફિલિંગ તૈયાર કરવું.

    ઘઉંના લોટમાં મીઠું અને તેલનું મોણ નાંખી, લોટ બાંધવો. તેની એક સરખી મોટી ભાખરી બનાવી તવા ઉપર સાધારણ શેકી લેવી.

    સેન્ડવિચની રચના – એક બેકિંગ ડિશમાં વધારે માખણ લગાડી ભાખરી મૂકવી. તેના ઉપર ચટણી લગાડી, ફિલિંગ પાથરવું. થોડું ખમણેલું ચીઝ ભભરાવી બીજી તેજ સાઈઝની ભાકરી ચટણી લગાડી મૂકવી. બરાબર દબાવી ઉપર થોડું માખણ મૂકી, ઓવનમાં પાંચ મિનિટ બેક કરવી. પડ ફરસું થાય એટલે કાઢી તેના ચાર ત્રિકોણ કટકા કરી, સેન્ડવિચ બનાવવી. લીલી ચટણી સાથે પીરસવી.

You may also like