ભેળ

(0 reviews)
ભેળ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. મમરાને સાફ કરી, તેલમાં રાઈ, હિંગ અને આખાં મરચાંના કટકાનો વગાર કરી, વઘારી લેવા. તેમાં મીઠું, હળદર, મરચું અને થોડી ખાંડ નાંખવી.

    ઘઉંના લોટમાં મીઠું નાંખી, કઠણ કણક બાંધવી. તેની પાતળી પૂરી વણી, કપડા ઉપર છૂટી મૂકી રાખવી જેથી ફૂલે નહીં. પછી તેલમાં કડક તળી લેવી. બટાકાને બાફી, છોલી, બારીક કટકા કરવા. ડુંગળીનું ઝીણું કચુંબર કરવું.

    ભેળ બનાવવાની પદ્ધતિ – એક મોટી થાળીમાં પૂરીનો ભૂકો કરવો. તેમાં મમરા, ચણાની સેવ, કોપરાનું ખમણ, તલ, મીઠું, મરચું, દળેલી ખાંડ અને ગરમ મસાલો નાંખી, હલાવવું. ડિશમાં આપતી વખતે ભેળ મૂકી, ઉપર બટાકાના કડકા, ડુંગળીનું કચુંબર, થોડું કોપરાનું ખમણ અને નીચે જણાવેલી બે ચટણી નાંખવી. ચટણી પહેલેથી નાંખવી નહિં, કારણકે ભેળ હવાઈ જાય.

    ભેળની ચટણી – 100 ગ્રામ ખજૂર અને 50 ગ્રામ આબલીને બાફી, વાટી, રસ કાઢવો. તેમાં થોડો ગોળ નાંખી રસ ગાળી લેવો. ધાણા, જીરું લવિંગ, મરી અને વરિયાળીને થોડા તેલમાં શેકી, ખાંડી 1 ચમચો મસાલો લેવો. તેમાં 25 ગ્રામ ફૂદીનાનાં પાન, 1 ચમચો તલ અને મીઠું નાંખી બારીક ચટણી વાટી, ખજૂર આબલીના રસમાં મિક્સ કરી દેવી.

    લીલી ચટણી – 25 ગ્રામ ચણાના દાળિયા, 4 લીલાં મરચાં, કટકો અાદું, લીલા ધાણા, થોડું લીલું લસણ, મીઠું અને ખાંડ અથવા ગોળ નાંખી વાટી, રસાદાર ચટણી બનાવવી.

You may also like