બ્રેડ ચાટ

(0 reviews)
બ્રેડ ચાટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બ્રેડની સ્લાઈસની બાજુની કિનાર કાઢી, વાડકીથી ગોળ કટકા કરી, તેલમાં તળી લેવા.

    લીલા વટાણા અને મગને વરાળથી બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, ડુંગળીનું કચુંબર વઘારવું. પછી વટાણા, મગ કેપ્સીકમની કતરી, મીઠું, ખાંડ, વાટેલાં મરચાં, તલ અને ચાટ મસાલો નાંખી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

    એક બાઉલમાં બ્રેડના બે કટકા મૂકી, ઉપર વટાણાનું મિશ્રણ પાથરવું. તેના ઉપર બટાકાને બાફી, છોલી, કટકી મૂકવી. ઉપર ખજૂર-આબલીની ચટણી રેડવી. પછી કોપરાનું ખમણ અને સેવ ભભરાવવી. તેના ઉપર એક ચમચી લીલી ચટણી છાંટી,1 ચમચી દહીં નાંખવું.

You may also like