ઈટાલિયન સલાડ

(0 reviews)
ઈટાલિયન સલાડ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. કોબીજને બારીક મારી લેટ્યૂસનાં પાનના કટકાને બરફના ઠંડા પાણીમાં 2 કલાક પલાળી રાખવાં, જેથી કડક થાય, પછી પાણી નિતારી લેવું. કાકડી, ગાજર, મૂળા, લીલી ડુંગળી અને કેપ્સીકમ (બિયાં કાઢી) દરેક એક લઈ તેની લાંબી ચીરીઓ કરવી. 2 ટામેટાં, 1 ગાજર અને 1 કાકડીનાં ગોળ પતીકાં કરવા. 1 કેપ્સીકમ અને 1 ડુંગળીની રિંગ કાપવી. એક પ્લેટમાં કોબીજનાં પાન ગોઠવી, તેના ઉપર બધાં શાકની ચીરીઓ મૂકવી. તેના ઉપર મીઠું અને મરીનો પાઉડર છાંટવો. તેના ઉપર ઈટાલિયન ડ્રેસિંગ છાંટી, ઉપર કાકડી – ટામેટાં – ગાજરનાં પતીકાં, કેપ્સીકમ – લીલી ડુંગળીની રિંગ અને કાજુના કટકાથી સજાવટ કરવી. ફ્રિજમાં મૂકી ઠંડું કરવું.

You may also like