બ્રેડ હાંડવો

(0 reviews)
બ્રેડ હાંડવો

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૂકાયેલા બ્રેડને ખાંડીને લોટ બનાવવો. તેમાં ચોખાનો લોટ, મીઠું અને દહીં નાંખી, ખીરુ બાંધી, એક કલાક રહેવા દેવું. પછી તેમાં હળદર, ખાંડ, વાટેલા મરચાં, વાટેલું લસણ, બાફેલા વટાણા અને દૂધીનું છીણ નાંખવું. તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી, ખીરામાં નાંખી હલાવવું. જેથી તેલ ઉપર અાવશે. બેકિંગ બાઉલમાં ચારે બાજુ તેલ લગાડી, ખીરું ભરવું. ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણાભભરાવી ઉપર થોડી મરચાંની ભૂકી છાંટવી. પ્રિહીટેડ ઓવનમાં હાંડવો બેક કરવો.

    નોંધ – બ્રેડની કાપેલી કિનાર અને સૂકી બ્રેડનો સારો ઉપયોગ થશે. ઓવનને બદલે કેક પાત્રમાં (હાંડવાના વાસણમાં) બનાવી શકાય

You may also like