બ્રેડ પીઝા

(0 reviews)
બ્રેડ પીઝા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં માખમ ગરમ કરી, તેમાં લસણની કટકી અને ડુંગળીનું કચુંબર વઘારવું. સાધારણ સાંતળી તેમાં ટામેટાના કટકા, મીઠું, મરચું, ખાંડ અને અજમો નાંખી, ઉકળે એટલે ઉતારી ઠંડુ પડે એટલે મીક્સીમાં વાટી ગાળી, સોસ બનાવવો.

    રીત – વટાણાને વરાળથી બાફી લેવા. બફાઈ જાય એટલે ઉતારી, ઠંડા પડે એટલે અધકચરા વાટી, તેમાં મીઠું, મરચું, ખાંડ, વાટેલા અાદુ-મરચાં અને લીલાધાણા નાંખવા.

    બ્રેડની સ્લાઈસને ડબ્બીના ઢાંકણાથી ગોળ કાપી, તેના ઉપર ટોમેટો સોસ પાથરી, વટાણાનું લેયર કરવું. તેના ઉપર કેપ્સીકમ અને ડુંગળીની રીંગ મૂકવી. ફરી ટામોટો સોસ પાથરી ઉપર ખમણેલું ચીઝ ભભરાવવું. પછી થોડું માખણ નાંખી, પ્રિહીટેડ ઓવનમાં ૩૨૫ ફે. તાપે બેક કરવું. ચીઝ બરાબર ઓગળી જાય પછી કાઢી, કટકા કરી, લીલી ચટણી સાથે પીરસવા.

You may also like