બ્રેડના ત્રિખૂટ

(0 reviews)
બ્રેડના ત્રિખૂટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને બાફી, છોલી, વાટી માવો બનાવવો. તુવેરના લીલવાને વાટ લેવા. એખ તપેલીમાં તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, તુવેરના ભૂકાને વઘારવો. તેમાં મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકી, બફાય એટલે ખાંડ, લીલાં મરચાંના કટકા, તલ, ગરમ મસાલો અને બટાકાનો માવો નાંખી, હલાવી, ઉતારી લેવું. તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.

    બ્રેડની સ્લાઈસની બાજુની કિનાર કાપી, એક સ્લાઈસમાંથી ત્રિકોણ અાકારના બે કટકા કરવા. દરેક કટકા ઉપર લીલી ચટણી લગાડવી. પછી તેના ઉપર તૈયાર કરેલો બટાકા-લીલવાનો માવો મૂકી, ચટણી લગાડેલો બીજો કટકો મૂકી દેવો. હથેળીથી બરાબર દબાવી ત્રિખૂટની કિનાર ઉપર બટાકાનો માવો બરાબર લાગે તેમ સરખું કરવું. તવા ઉપર તેલ મૂકી, ધીમા તાપે ત્રિખૂટ બદામી રંગના તળી લેવા. જે લીલી ચટણી વધી હોય તેમાં થોડું વલોવેલું દહીં નાંખી, ત્રિખૂટ સાથે પીરસવી.

You may also like