બ્રેડના વેજિટેબલ ઢોકળા

(0 reviews)
બ્રેડના વેજિટેબલ ઢોકળા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બ્રેડની આજુબાજુની કિનાર કાઢી, તેના નાના કટકા કરવા. દહીંને વલોવી તેમાં બ્રેડના કટકા નાંખવા. તેમાં રવો, બાફેલા વટાણા, બાફેલા તુવેરના લીલવા, કેપ્સીકમની લાંબી ચીર, વાટેલાં આદું-મરચાં, મીઠું, ખાંડ, સોડા અને તેલનું મોણ નાંખી, થોડું સાધારણ ગરમ પાણી નાંખી, ખીરું બાંધવું. અડધો કલાક ખીરું ઢાંકીને રહેવા દેવું. થાળીમાં તેલ લગાડી, ખીરું ભરી, ઉપર થોડી મરચાંની ભૂકી છાંટી, વરાળથી ઢોકળા બનાવવાં. પછી ઉતારી ઉપર કોપરાનું ખમણ, તલ અને લીલા ધાણાથી સજાવટ કરવી. તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી ઉપર રેડવો. પછી કટકા કાપી લસણની લીલી ચટણી સાથે પીરસવાં.

You may also like