ચાટ કચોરી

(0 reviews)
ચાટ કચોરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે જીરું, હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે વટાણા-લીલવાનો ભૂકો, કેપ્સીકમની કતરી અને મીઠું નાંખી, ધીમા તાપ ઉપર મૂકવું. બફાય એટલે આદું-મરચાંની પેસ્ટ, નાળિયેરનું ખમણ, લીંબુનો રસ અને ખાંડ નાંખી મિક્સ કરી ઉતારી લેવું.

    મેંદામાં કોર્નફ્લોર, મીઠું અને ઘીનું મોણ નાંખી, કણક બાંધી, એક કલાક રહેવા દેવી. પછી કેળવી તેમાંથી નાની પૂરી બનાવી ચાર ખાડા પાડવા. એલ્યુમિનિયમના કાંગરીવાળા ગોળ વાડકી આકારના મોલ્ડ લઈ તેમાં પૂરી દબાવીને મૂકવી. પછી તેલમાં મોલ્ડ તળી લેવા. ઠંડા પડે એટલે તેમાંથી પૂરી કાઢી લેવી.

    એક થાળીમાં પૂરીઓ ગોઠવી તેમાં વટાણા–લીલવાનું ફિલિંગ અને બટાકાના કટકા મૂકવા. ઉપર ચાટ મસાલો ભભરાવવો. તેના ઉપર બુંદી, સેવ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા. ઉપર દાડમના લાલ દાણા મૂકવા. લસણ-ટામેટાની ચટણી અને દહીંનો મસ્કો મૂકી સજાવટ કરવી.

    નોંધ – મોલ્ડ ન હોય તો નાની વાડકીનો ઉપયોગ કરી શકાય.

You may also like