ચીઝ-વરોડાં પુલાવ

(0 reviews)
ચીઝ-વરોડાં પુલાવ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ચોખાને ધોઈ, છૂટો ભાત બનાવવો. તેમાં મીઠું નાંખી, હલાવી, થાળીમાં કાઢી ઠંડો પાડવો.

    ફણગાવેલા મગને વરાળથી બાફવા. મરચાના બી કાઢી, પાતળી સળી કરવું. ડુંગળીની લાંબી કાતરી કરી, ઘીમાં બ્રાઉન કલરની તળી લેવી. પનીરના કટકા કરી, ઘીમાં તળી લેવાં. દ્રાક્ષને ઘીમાં ફુલાવી લેવી.
    એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ, એલચી અને તમાલપત્રના કટકાનો વખાર કરી, તપેલી નીચે ઉતારી, તેમાં ભાત, મગ, મરચાં, પનીરના કટકા, ડુંગળીની કાતરી, મીઠું, ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, વાટેલો મસાલો, કોપરાનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી, હલાવી, ગરમ ઓવનમાં 3500 ફે. તાપે 10 મિનિટ બેક કરવો. બરાબર સિજાય અને ખીલે એટલે કાઢી લેવો. કાજુના કટકા, લીલી ડુંગળીની રિંગ, કેપ્સીકમની રિંગ અને તળેલા પાપડના ભૂકાથી સજાવટ કરવી.

You may also like