લો કેલરી પનીર મખની

(0 reviews)
લો કેલરી પનીર મખની

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. પનીરની બે જાડી સ્લાઇસ કરો. નોનસ્ટિક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. તેમાં એલચી, લવિંગ, તજ, લસણની પેસ્ટ અને સમારેલું આદું નાખીને સાંતળો. સુગંધ આવે એટલે તેમાં લીલાં મરચાં નાખો. બીજા નોનસ્ટિક પેનમાં ટામેટાંની પ્યોરીને મીઠું નાખી ઉકાળો. તેમાં આ સાંતળેલો મસાલો ભેળવી ખદખદવા દો. ગ્રિલ પેનમાં બાકીનું તેલ કાઢી તેમાં પનીરની સ્લાઇસ ગોઠવો. તેના પર થોડું મીઠું-મરચું ભભરાવી બંને બાજુએ બ્રાઉન રંગનું થાય એ રીતે ગ્રિલ કરો. ટામેટાંની ગ્રેવીમાં સમારેલી કોથમીર મિક્સ કરો. તેમાં મીઠું, મરચું, ગરમ મસાલો, કસૂરી મેથી અને મધ નાખી બરાબર ભેળવો. પનીરની સ્લાઇસ ગ્રિલ થઇ જાય એટલે તેને પેનમાંથી કાઢી ટુકડા કરી ગ્રેવીમાં નાખો. સર્વ કરતાં પહેલાં દૂધ ભેળવો અને રોટલી સાથે ખાવ.

You may also like