રસમ વડા

(0 reviews)
રસમ વડા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. અડદની દાળને પલાળી, નિતારીને ગ્રાઇન્ડ કરી ખીરું બનાવો. તેમાં કોપરાંના ટુકડા, લીલા મરચાં, આદું અને મીઠું નાખી ખીરાને ખૂબ હલાવી એકરસ કરો. એક કડાઇમાં તેલ ગરમ કરો. હથેળીને પાણીવાળી કરી ખીરામાંથી વડા લઇ તેલમાં મૂકો અને આછા બ્રાઉન રંગના તળો. રસમ બનાવવા માટે તુવેરની દાળમાં એક કપ પાણી રેડી બરાબર બફાવા દો. તેમાં સમારેલાં ટામેટાં, એક કપ પાણી અને મીઠું નાખી ટામેટાં બફાઇ જાય ત્યાં સુધી ઉકાળો. પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, રાઇ, લાલ મરચાં અને લીમડાનો વઘાર કરો. ટામેટાંવાળી દાળને ગાળી લઇ તેને મિક્સરમાં એકરસ કરો. બાકી રહેલું પાણી તેમાં ભેળવો. આમાં પ્યોરી ભેળવો. રસમ પાઉડર, આમલીનો રસ, ગોળ અને મીઠું ભેળવો. સમારેલી કોથમીર નાખી બે-ત્રણ મિનિટ ઉકળવા દો. વડાને સર્વિંગ બાઉલમાં ગોઠવી તેના પર ગરમ રસમ રેડો અને તરત જ સર્વ કરો.

You may also like