ખારી ભાત

(0 reviews)
ખારી ભાત

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ એક કૂકરમાં ઘી ગરમ કરો. ત્યાર બાદ તેમાં સિંગદાણા નાખીને અડધી મિનિટ સુધી સાંતળો. હવે તેમાં જીરૂં નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં હિંગ, લીમડા પાન, લીલું મરચું, આદું અને લસણ નાખીને એક મિનિટ માટે સાંતળો. હવે તેમાં ડુંગળી અને મીઠું નાખીને ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરૂં પાવડર નાખીને દસેક સેકન્ડ માટે સાંતળો. હવે તેમાં ટામેટાં નાખીને બરાબર સાંતળો. છેલ્લે તેમાં ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેમાં બટાટા અને બીજા શાકભાજી નાખીને બે મિનિટ સુધી ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે તેમાં પાંચ કપ જેટલું પાણી નાખીને ધોઈને રાખેલા ચોખા નાખો. ફરીથી એકવાર બધું જ બરાબર મિક્ષ કરીને કૂકરનું ઢાંકણ બંધ કરી દો. બે મિનિટ સુધી ગેસ ફાસ્ટ રાખો. ત્યાર બાદ ધીમો કરીને બે સીટી વગાડી લો. કૂકર ઠંડુ થાય એટલે ગરમા-ગરમ ખારા ભાતને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

You may also like