આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- બટાકાને બાફી, છોલી, વાટી લેવા. તેમાં મીઠું, દળેલી ખાંડ, વાટેલાં આદું-મરચાં, લીંબુનો રસ અને તૈયાર કરેલો સૂકો મસાલો નાંખી, સારું મસળવું. તેમાંથી બે મોટા લૂઆ લેવા. પછી ચોખાના લોટનું અટામણ લઈ તેના બે જાડા રોડલા બનાવવા. એક ડિશમાં તેલ લગાડી થોડો બિસ્કિટનો ભૂકો પાથરવો. પછી અટામણવાળી બાજુ નીચે રાખી બટાકાનો રોટલો ગોઠવવો. એ રોટલા ઉપર લીલો મસાલો પાથરવો. તેના ઉપર તે જ માપનો બીજો રોટલો અટામણવાળી બાજુ ઉપર રહે તેમ ગોઠવવો. પછી રોટલાને સ્ટાર અાકારમાં કાપવો, મંદિરમાં ઘીનું કમણ બનાવવામાં આવે છે તે રીતે કિનારના કાપેલા કટકાને સ્ટારની વચ્ચે પાંદડી આકારમાં મૂકી, કમળનો અાકાર કરવો. ઉપર થોડું દૂધ ચાંટી, મોનેકો બિસ્કિટનો ભૂકો ભભરાવવો. પછી પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. તાપે બદામી રંગ થાય ત્યાં સુધી બેક કરી કાઢી લેવો. તદ્દન ઠંડો પડે એટલે દાડમના દાણા આકર્ષક રીતે લગાડી દેવા. રોટલાનું પડ કડક હશે એટલે સળીથી ધીમે રહી કાણું પાડી તેમાં દાડમના દાણા ગોઠવી દેવા. લીલી હળદર અને આદુંની બારીક લાંબી કાતરી દરેક સ્ટારના ખૂણે ખોસી દેવી.
You may also like