આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- રવાને ધીમા તાપે બદામી રંગનો શેકવો. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાનાં પાનનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બ્રાઉન કલર થાય એટલે છાશ નાંખવી. ઉકળે એટલે રવો, મીઠું અને લીલાં મરચાનાં બારીક કટકા નાંખવા. તાપ ધીમો રાખવો. રવો બફાય એટલે કાજુના કટકા નાંખી, હલાવી ઉતારી લેવું.
વટાણાને બાફવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, ગરમ થાય એટલે થોડી હિંગ નાંખી, વટાણા વઘારવા. તેમાં મીઠું, ચપટી ખાંડ, ગરમ મસાલો, ધાણાજીરું અને કોપરાનું ખમણ નાંખી, ઉતારી, લીલા ધાણાને ઝીણા સમારી, ધોઈ, કોરા કરી નાંખવા.
ઓવન ટ્રેને તેલ લગાડી, પહેલાં અડધા ભાગની ઉપમા નાંખી તેના ઉપર ચટણીનો થર કરવો. તેના ઉપર વટાણાનું લેયર કરવું. ફરી બાકી રહેલી ઉપમા પાથરી દેવી. ગરમ કરેલા ઓવનમાં બેક કરી લેવું. લીલી ચટણી સાથે પીરસવી.
You may also like