આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કાજુને થોડા દૂધમાં 2 કલાક પલાળી રાખવાં. પછી તેને મિક્સરમાં બારીક વાટી લેવાં.
એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર અને કોર્નફ્લોર મિક્સ કરી, ઉકળતા દૂધમાં નાખવો. દૂધ ઘટ્ટ થવા આવે એટલે તેમાં કાંડ અને વાટેલાં કાજુ નાખવા. દૂધ જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ અને એલચીનો ભૂકો નાખી બરાબર હલાવવું.
અા મિશ્રણના ત્રણ ભાગ કરવા. એક ભાગમાં ગુલાબી રંગ, બીજામાં લીલો રંગ (લાઈટ ગ્રીન થાય તેટલો જ) અને ત્રીજો ભાગ સફેદ રાખવો. ત્રણે ભાગને જુદા જુદા વાસણમાં ભરીને રેફ્રિજરેટરમાં મૂકવા. ઠરાવ અાવે એટલે તેને મિક્સરમાં અથવ ચમચાથી ફીણવા, જેથી બરફની કણી રહે નહિ. પછી અાઈસક્રીમના કપમાં ઓછા લીલા રંગનું મિશ્રણ ભરી ફ્રિઝમાં મૂકવું. જ્યારે લીલો આઈસ્ક્રીમ ઠરી જાય એટલે તેના ઉપર સફેદ અાઈસક્રીમ ભરી ફ્રિઝમાં મૂકવો. સફેદ આઈસક્રીમ ઠરે એટલે તેના ઉપર ગુલાબી આઈસક્રીમ ભરી, તેના ઉપર થોડા કાજુનો ભૂકો ભભરાવી, ફ્રિઝરમાં અાઈસક્રીમ જામવા મૂકવો. આઈસક્રીમના કપ બરાબર ઢાંકેલા રખવા, જેથી બરફની કણી રહે નહિ.
નોંધ – આઈસક્રીમના કપને બદલે એલ્યુમિનિયમના ઢાંકણાવાળા ડબ્બાનો ઉપયોગ કરી શકાય.
You may also like