આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડું જાડું થાય એટલે કસ્ટર્ડ પાઉડરને થોડા ઠંડા દૂધમાં મિક્સ કરી નાખવો. પછી ખાંડ નાંખી દૂધ જાડું થાય એટલે ઉતારી લેવું. બરાબર ઠંડું થાય એટલે મિલ્ક પાઉડર, ક્રીમ, સંતરાનો ગલ, ઓરેન્જ એસેન્સ અને ઓરેન્જ કલર થોડો નાંખી, મિક્સરમાં મિક્સ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી ફ્રિજમાં મૂકવું. કઠણ થાય એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય, ત્યારબાદ ડબ્બામાં ભરી, ઉપર છોલેલી બદામની કતરી, કાજુની કતરી અને સંતરાના ગલને ફોળી, ઝીણી ઝીણી કણી છૂટી પાડી ઉપર ભભરાવવી. પછી ફરી ફ્રિઝરમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી, ઉપર ઓરેન્જ સોસ રેડી પીરસવો.
You may also like