આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- ચોખા અને બધી દાળને ધોઈ, સૂકવી દેવી. બરાબર સૂકાય એટલે અલગ અલગ રતાશ પડતાં શેકી, બધું ભેગું કરવું. ધાણા અને જીરું અલગ શેકી તેમાં નાંખી, ઝીણો લોટ દળાવવો. અામ ભાજણીનો લોટ તૈયાર કરી રાખવો. જરુર પ્રમાણે લોટ લેવો.
ચકરી – એક તપેલીમાં ભાજણીનો લોટ હોય તો એક તપેલી પાણી લઈ ઉકળવા મૂકવું. તેમાં અર્ધો કપ ગરમ તેલ, મીઠું, મરચું, ચપટી હળદર, તલ, હિંગ અને અધકચરો ખાંડેલો અજમો નાંખવો. ઉકળે એટલે લોટ નાંખી, બરાબર હલાવી નીચે ઉતારી લેવું. એકાદ કલાક ઢાંકીને લોટ રહેવા દેવો. પછી બરાબર મસળી ચકરીના સચામાં ભરી, પ્લાસ્ટિકના કટકા ઉપર કચરી પાડી, તેલમાં તળી લેવી
You may also like