આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. લીલા વટાણાને બાફી, હાથથી મસળી અધકચરા કરવા. બન્ને ભેગા કરી, તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, મરચાંના કટકા, આદુંનું છીણ, લીંબુનો રસ અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ કોરા કરી નાંખવા.
બ્રેડની સલાઈસની લાલ કિનાર કાઢી, તેના ઉપર થોડું દૂધ છાંટી રાખવું. પછી ભીના રુમાલ ઉપર સ્લાઈસ મૂકવી. તેના ઉપર વાટેલો મસાલો પાથરવો. ઉપર બટાકા-લીલવાનું પૂરણ પાથરવું. પછી તેને ડબલ વાળી બન્ને કિનારે ચોંટાડી, દાબી, ઉપર માખણ અથવા તેલ લગાડી દેવું. બેકિંગ ડિશને માખણ અથવા તેલ લગાડી, રુમાલવડી ગોઠવી, ગરમ ઓવનમાં બેક કરવી અથવા તૈયાર કરેલી રુમાલવડીને પૌંઆના ભૂકામાં (પૌંઆને શેકી, ખાંડી, કરકરો ભૂકો) રગદોળી, તવા ઉપર તેલમાં તળી લેવી
You may also like