આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કેપ્સીકમના જાડા પૈતા (રિંગ્ઝ જેવા) કરવા. બાગીનો જે ભાગ રહે તેના બારીક કટકા કરવા.
એક તેપીલમાં તેલ મૂકી, તેમાં ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે ગાજરના કટકા, કેપ્સીકમના કટકા, મીઠું, આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખી થોડી વાર પછી હલાવી ઉતારી લેવું. એખ બાઉલમાં બટાકાનો માવો, ખમણેલું પનીર, બ્રેડક્રમ્સ, લીલા ધાણા, મીઠું મરચું, ચપટી ખાંડ, લીંબુનો રસ અને તૈયાર કરેલું મિશ્રણ નાંખી હલાવવું. પછી કેપ્સીકમની રિંગ (પૈતુ) હાથમાં લઈ તેમાં મિશ્રણ દાબીને ભરવું. બન્ને હથેળીથી બરાબર દબાવવું. જેથી મિશ્રણ નીકળી જાય નહિ, પછી રિંગને કોર્નફ્લોરમાં રગદોળવી. નોનસ્ટીક પેનમાં તેલ મૂક ગરમ થાય એટલે ચાર-પાંચ રિંગ્ઝ મૂકી, શેલો ફ્રાય કરવી. બન્ને બાજુ સરસ કડક થઈ જાય એઠલે કાઢી ઉફર લીલી ચટણી, ગળી ચટણી નાંખી, ચણાની સેવ ભભરાવી સજાવટ કરવી. આ રિંગ્ઝ પાતરાંનાં ભજિયા જેવી દેખાય છે.
You may also like