આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કેપ્સીકમ મરચાંને ધોઈ, કોરા કરી, ડીંટાં કાઢી, ઊભો કાપ મૂકવો. તેમાંથી બધાં બી કાઢી નાખવા. બાફેલા બટાકાનો છૂંદો કરવો. બાફેલા વટાણાને અધકચરા વાટવા. પછી બન્ને ભેગા કરી, મીઠું, થોડો વાટેલો મસાલો, કોપરાનું ખમણ, લીંબુનો રસ અને થોડી ખાંડ નાંખી બધું ભેગું કરી મરચાંમાં ભરવું. થોડું પૂરણ ગ્રેવીમાં નાંખવા બાજુએ રાખવુ. ચણાના લોટમાં મીઠું નાંખી પાતળું ખીરું બનાવી, તેમાં મરચાં બોળી તેલમાં તળી લેવાં.
એક તપેલીમાં ઘી મૂકી, મસાલો અને ડુંગળીને ઝીણી સમારી નાંખવી, બરાબર સંતળાય અને ઘી દેખાય એઠલે તેની અંદર દહીં, અલગ રાખેલું પૂરણ અને મીઠું નાંખવું. ગ્રેવી ઊકળે એટલે અંદર મલાઈ અને મરચાં નાંખી બ મિનિટ ધીમા તાપ ઉપર રાખી ઉતારી લેવું. કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખી પરોઠા સાથે પીરસવા.
You may also like