આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- પૌંઆને શેકી, ખાંડવા. તેને ચાળી, કરકરો ભૂકો બનાવવો. સફેદ મોટા ચોળાને રાત્રે પાણીમાં પલાળી, સવારે કપડામાં બાંધી, ઉપર વજન મૂકવું, 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી તેને વરાળથી બાફી, મસળી, અધકચરા કરવા. બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. બન્ને ભેગા કરવા. બ્રેડની કડક કિનાર કાઢી, પાણીમાં પલાળી, નિચોવી, મસળી ચોળા-બટાકાના માવામાં નાંખવી. પછી મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાં આદું-મરચાં, વાટેલું લસણ, કોપરાનું ખમણ અને લીંબુનો રસ નાંખી, બરાબર હલાવી, તેમાંથી ગોળા વાળી, ચપટા કરવા. પછી પૌંઆના ભૂકામાં રગદોળી, તેલમાં તળી લેવા
સિંગદાણાને બાફી, છોડાં કાઢવાં. તેમાં નાળિયેરનું ખમણ, લીલાં મરચાં, આદું અને લસણ નાંખી વાટવું.
એક તપેલીમાં ઘી મૂકી જીરું, તજ-લવિંગ અને અેલચીનો અધકચરો ભૂકો નાંખી વઘાર કરી વાટેલા સિંગદાણા નાંખવા. તેમાં મીઠું, દ્રાક્ષ અને 1 કપ પાણી નાંખવું. પછી આબલીનો રસ અને ખંડ નાંખી ઊકળે અને ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.
એક બાઉલમાં ગરમ સિંગદાણાની આમટી મૂકી, તેમાં ચોળાના કબાબ મૂકવા. ઉપર ઘીમાં તળેલા કાજુના કટકા, લીલા ધાણા અને કેપ્સીકમની બારીક કતરી નાંખી, થોડા લાલ મરચાંની ભૂકી છાંટવી.
You may also like