આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- એક તપેલીમાં શિંગોડાના લોટમાં છાશ રેડી, થોડું મીઠું ભેળવી તેમાં ગાંઠા ન બાઝે એ રીતે પલાળી દો. હવે આને મધ્યમ આંચે સતત હલાવીને ખાંડવી પાથરી શકાય એવું ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી હલાવતાં રહો. મિશ્રણ તૈયાર થઇ જાય એટલે તેને તેલ લગાવેલી થાળીમાં પાતળું પડ બને એ રીતે પાથરો. ઠંડુ પડે એટલે ચપ્પુથી લાંબા કાપા કરી તેના રોલ વાળી દો. ઉપર કોપરાનું છીણ ભભરાવી પ્લેટમાં ગોઠવો. હવે એક કડાઇમાં થોડું તેલ ગરમ કરી તેમાં જીરું બદામી રંગનું થાય એટલે મરચું નાખી આ વઘારને ખાંડવી પર રેડો.
You may also like