આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- તુવેરની દાળ થોડા પાણી સાથે કૂકરમાં બાફવા મૂકો. દાળ ચઢી જાય એટલે પાણી નીતારી લો. હવે તુવેરની દાળ ઘી લગાડેલા તાંસળામાં કાઢીને જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી ગેસ પર મૂકી હલાવો. પૂરણ બહુ ઢીલુ જણાય તો ચણાના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમાં ભભરાવો અને હલાવ્યા કરો કે જેથી તે ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેતો ટટ્ટાર ઉભો રહે તો સમજવું કે પૂરણ બરાબર તૈયાર થઈ ગયું છે. તાવેતો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દો.
આમાં હવે ઈલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખસ નાખો. થાળીમાં ઘી ચોપડીને પૂરણ ઠંડુ થવા દો. રોટલીના લોટથી સહેજ વધારે કઢણ લોટ બાંધો. ઘઊંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી તેને વાળીને ફરીથી વણી ધીમા તાપે લોઢી પર શેકવી. શેકાઈ જાય એટલે ઘી ચોપડીને પીરસવી.
You may also like