આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- દાળને વીણી, ધોઇ અને દસ મિનિટ પલાળી લો. દૂધ, મલાઇ અને દહીંને મુલાયમ કાપડમાંથી ગાળી લો. લવિંગ અને એલચીને ગ્રાઇન્ડ કરી લો. લીલાં મરચાં અને ફૂદીનાના પાનને સમારો. લસણની કળીઓની પાતળી લાંબી ચીરીઓ કરો. હવે એક તપેલીમાં દાળમાં મીઠું, મરચું અને આશરે ૪-૫ કપ પાણી રેડી ઉકળવા મૂકો. આંચ ધીમી રાખી દાળ બફાઇ જાય ત્યાં સુધી રહેવા દો. તે પછી વધારાનું પાણી નિતારી લઇ દાળને ચમચાથી હળવા હાથે હલાવી એકરસ કરો. તેમાં એલચી-લવિંગનો પાઉડર, મરચાં-ફૂદીનો અને ગાળેલા મલાઇ, દૂધ અને દહીં ભેળવો. એક ચમચો દૂધમાં ઘોળેલું કેસર પણ તેમાં ભેળવો. તે પછી તેને ઢાંકીને સારી રીતે ખદખદવા દો. ઘી ગરમ કરી તેમાં જીરું અને સમારેલું લસણ નાખી તે બદામી રંગનું થાય એટલે દાળમાં વઘાર કરી તરત તેને ઢાંકી દો. આ દાળને પુલાવ કે બિરયાની સાથે ખાવ.
You may also like