આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કેરીને ધોઇ તેના કટકા કરી લો. તેને મીઠું અને હળદરમાં ચોળીને બે દિવસ રાખી મૂકો. ત્રીજે દિવસે કાઢીને સુકવી દો (તડકામાં નહીં). પાણી સૂકાઇ જાય ત્યાં સુધી રાખો. ચણા અને મેથી સાદા પાણીમાં છ કલાક પલાળી રાખો અને ખાટા પાણીમાં ચાર કલાક પલાળી રાખો. પછી તેને નિતારીને કોરા કરો. એક કલાક તડકે સુકવ્યા પછી છાંયામાં સુકવો. મેથી અને રાઇના કુરીયા મિક્સ કરો. તેમાં મીઠું નાખીને જરૂર પૂરતી હિંગ નાખો. તેલ ગરમ કરીને આ મિશ્રણ તેમાં ભેળવીને સંભાર બનાવો. ઠંડું પડે પછી તેમાં મરચું નાખો. ચણા અને મેથીમાં બે લીંબુનો રસ નાખીને એક દિવસ સુધી મૂકી રાખો. પછી તેમાં સંભાર મિક્સ કરો. આમાં કેરી ચોળીને બરણીમાં ભરો. તેલ ગરમ કરીને ઠરે પછી તેમાં રેડવું. મેથીયા કેરીનું અથાણું તૈયાર છે.
You may also like