કેસર-પિસ્તા આઈસક્રીમ

(0 reviews)
કેસર-પિસ્તા આઈસક્રીમ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. દૂધમાં ખાંડ, જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉડર, કોર્નફ્લોર અને કેસરની ભૂકી નાખી, ગેસ ઉપર મૂકવું. દૂધ જાડું થાય એટલે ઉતારી તરત જ ચાયના ગ્રાસ નાખવું. ઠંડું પડે એઠલે ક્રીમ એલચીનો ભૂકો અને એસેન્સ નાખી મિક્સરમાં એકરસ કરી, તેમાં પિસ્તાની કતરી (થોડી અલગ કાઢી) નાખી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું. અાઈસક્રીમ જામે એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવા જેથી બરફીની કણી ભાગી જાય. પછી ડબ્બીમાં ભરી, ઉપર પિસ્તાની કતરી ભભરાવી ફરી ફ્રીજમાં મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

    નોંધ – જી.એમ.એસ. પાઉડર, સી.એમ.સી. પાઉર અને ચાયના ગ્રાસ નાખવાથી અાઈસક્રીમ ક્રીમી અને ચીકણો થાય છે. બન્ને પાઉડર કેમિસ્ટની દુકાને મળે છે. જી.એમ.એસ. એટલે ગ્લિસરો મોના સ્ટેરાઈટ જે બાઈડિંગ એજન્ટ છે. સી.એમ.સી. એટલે કાર્બોક્સી મિથાઈલ સેલ્યુલોઝ જે સ્મુધિંગ એજન્ટ છે.

You may also like