કલરફુલ ભેળ શાક

(0 reviews)
કલરફુલ ભેળ શાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ગાજરને છોલી, વચ્ચેનો ભાગ કાઢી નાના કટકા, ફણસીના રેષા કાઢી કટકા બટાકાને છોલી કટકા, કેપ્સીકમની લાંબી કતરી, અને વટાણા બધું શાક વરાળથી બાફી લેવું.

    એક વાસણમાં તેલ મૂકી, તેમાં જીરું અને હિંગ નાંખી ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે આદુ-મરચાં-લસણની પેસ્ટ નાંખવી. પછી બાફેલા શાક, મીઠું, મરચું, ખાંડ અને દાળિયાનો અને કાજુનો ભૂકો દૂધમાં મિકસ કરી નાંખવો. કોરું થાય એટલે ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

    એક બાઉલમાં બાફેલા નૂડલ્સમાં થોડું તેલ, મીઠું, અને મરચું નાંખવું.

    એક ઉંડી બેકિંગ ડિશમાં પહેલા શાક પાથરવું. તેના ઉપર નૂડલ્સનું લેયર કરવું. ફરી શાકનું લેયર કરી, કેચપ ચારે બાજુ લગાડવો. ઉપર ચણાની સેવ, ખમણેલું ચીઝ, થોડા લીલા ધાણા અને કોપરાનું ખમણ ભભરાવી સજાવટ કરી પ્રિહીટેડ ઓવનમાં પાંચ મિનિટ બેક કરી, કાઢી ગરમ સર્વ કરવું.

You may also like