ફરાળી દહીંવડા

(0 reviews)
ફરાળી દહીંવડા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સીંગદાણાને નવશેકા પાણીમાં ત્રણ-ચાર કલાક પલાળવા. તેમાં જરૂર મુજબ મીઠું તથા લીંબુનો રસ ભેળવો. હવે પલાળેલા સીંગદાણાને બાફી લેવા. બાફેલી સીંગને મિક્સરમાં બરાબર ક્રશ કરો. તેમાં સમારેલાં આદુ-મરચાં, કોથમીર, લીંબુનો રસ, મીઠું તથા મરીનો પાઉડર ઉમેરવો.

    હવે બટાકા બાફી લઇ તેનો માવો તૈયાર કરો. આ માવામાં મીઠું તથા શિંગોડાનો લોટ મિક્સ કરી તેમાંથી વડા બનાવી તેમાં ક્રશ કરેલા સીંગદાણાનું પૂરણ ભરવું. તે પછી તેને ફરી ગોળા વાળી અને તળી લેવા. આ વડાને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના ઉપર દહીં, ખાંડ, લીલી ચટણી, ખજૂર-આંબલિની ચટણી, કોથમીર તથા દાડમના દાણા નાખી સર્વ કરો.
    નોંધ : આ વડાને પાણીમાં પલાળવાના નથી.

You may also like