મકાઈનો સૂપ

(0 reviews)
મકાઈનો સૂપ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. મકાઈની છીણ કાઢો અને તેમાં દોઢ કપ પાણી ઉમેરો તથા મકાઈના દાણા લઈને તેમાં અર્ધો કપ પાણી રેડી પ્રેશરકૂકરમાં બાફી લો. જરા ઠંડુ પડતા મકાઈની છીણને પ્રવાહી કરીને ગાળી લઈ જાડો પલ્પ તૈયાર કરી દો. એમાં પેલા બાફેલા મકાઈના દાણા પાણી સાથે નાખો. એક વાસણમાં માખણ ધીમા તાપે ગરમ મૂકી તેમાં મેંદો(અથવા કોર્ન ફ્લોર પણ નાખી શકાય) નાખી બરાબર મેળવી લઈને ધીમે ધીમે દૂધ રેડતા જાઓ અને હલાવતા જાઓ. આ પ્રમાણે તૈયાર થયેલા મિશ્રણમાં મકાઈનો પલ્પ નાખો. તેમાં ખાંડ, મીઠું, મરીનો ભૂકો નાખો. પીરસતી વખતે ધ્યાન રાખો કે દરેક કપમાં મકાઈના દાણા આવે. દરેક કપમાં ઉપર ચમચીભર ક્રીમ નાખી શકો છો.

    બીજી સરળ રીત:મકાઈના દાણા પ્રેશર કૂકરમાં બાફી લો. બાફી લીધા પછી તેમાંથી થોડાક દાણા અલગ કાઢો. જ્યારે બાકીના દાણાને મીક્સરથી ગ્રાઈન્ડ કરીને પલ્પ બનાવો. આ પલ્પને ગાળી લો. હવે એક વાસણમાં મકાઈના દાણા અને આ ગાળેલા પલ્પને ભેગા ઉકાળી લો. ઉકાળતા ઉકાળતા મીઠુ , ખાંડ ને મરી સ્વાદ અનુસાર નાખી દો.સૂપ તૈયાર.

You may also like