સમોસા વિથ મકાઈ રગડા એન્ડ નૂડલ્સ

(0 reviews)
સમોસા વિથ મકાઈ રગડા એન્ડ નૂડલ્સ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. બટાકાને બાફીને ઝીણા ટુકડા કરો. બાફેલા વટાણા અને મકાઇને અધકચરા ક્રશ કરો. એક નોન સ્ટિકમાં તેલ મૂકી જીરું, હિંગ, લીમડાનો વઘાર કરી ૧ કપ જેટલા વટાણા અને મકાઈના અધકચરા દાણા કરી સાંતળો. બટાકાના ટુકડા ભેળવી દો. મીઠું તથા સૂકા મસાલાની બધી જ સામગ્રી તેમ જ આદું-મરચા, કોથમીર નાખી મિક્સ કરો. મેંદામાં મીઠું, ઘીનું મોણ સરખું નાખી પાણીથી પૂરી જેવો લોટ બાંધો. હવે નાની પૂરી વણી તેમાં ઉપરનું પૂરણ ભરી સ્પ્રિંગ રોલ જેવો શેપ વાળી તેલમાં તળી લો. ટોમેટો સોસમાં દોઢ કપ જેટલું પાણી અને એક ચમચી કોર્નફ્લોર નાખી મીઠું તથા લાલ મરચું નાખો. બટરમાં સાંતળેલા બાફેલા મકાઈના દાણા ઉમેરો. ઊકળે એટલે રગડો તૈયાર થશે. બાફેલા નુડલ્સને કપડા પર કોરા કરી ઉપર કોર્નફ્લોર છાંટી આકરા તાપે તળી લો. હવે એક ડીપ પ્લેટમાં સમોસાની ઉપર ગરમાગરમ મકાઈ રગડો રેડી ઉપર ઝીણા સમારેલા કાંદા, કોથમીર અને તળેલા નુડલ્સથી સજાવી સર્વ કરો.

You may also like