રાયતા કેરી

(0 reviews)
રાયતા કેરી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. કેરી ધોઇને તેના કટકા કરો. તેને મીઠા અને હળદરમાં ચોળીને એક દિવસ માટે બરણીમાં ભરી દો. બીજા દિવસે બહાર કાઢીને તેને ખુલ્લામાં બે-ત્રણ કલાક સુકવી દો(તડકામાં નહી). ચણા અને મેથીને સાદા પાણીમાં છ કલાક પલાળી પછી ખારા પણીમાં ત્રણ કલાક પલાળી રાખો.

    તેને નિતારીને કોરાં કરો. એક કલાક તડકે રાખીને છાયામાં સુકવી દો. રાઇના કુરીયામાં મીઠું , હળદર, હિઁગ, ચણા, મેથી, વરિયાળી ચોળીને પછી તેમાં કેરીને ચોળી નાખો. પછી તેને કાચની બરણીમાં ભરી દો. તેલ ગરમ કરી, ઠંડું પડે પછી તેમાં રેડવું અને મિક્સ કરવું.

You may also like