આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. સેલરીની દાંડી સમારવી. અખરોટના કટકા દૂધમાં ઉકાળવા. દાંડી સમારવી. અકરોટના કટકા દૂધમાં ઉકાળવા. પછી નીચે ઉતારી દૂધ ઠંડું પડે એટલે તેમાં કોર્નફ્લોર મિક્સ કરવો.
એક વાસણમાં માખણ ગરમ કરવું. તેમાં બટાકા ડુંગળી અને સેલરી નાંખી, સાંતળવું. પછી તેમાં વ્હાઈટ સ્ટોક નાંખી ઉકાળવું. શાક બફાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે લિક્વિડાઈઝડ કરી, સૂપના સંચાથી ગાળી લેવું. સૂપને ઉકાળી તેમાં અખરોટ અને કોર્નફ્લોરવાળું દૂધ નાંખવું. બે-ત્રણ ઉભરા અાવે એટલે ઉતારી, મીઠું, મરીનો ભૂકો અને જાયફળનો પાઉડર નાંખવો. ક્રીમ અને બારીક કાપેલી પાર્સલી નાંખી ગરમ સૂપ આપવો.
You may also like