આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- ગાજરને છોલી, ધોઈ, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, લાંબી ચીર, ફણસીના લાંબા ટકતા, બટાકાને છોલી લાંબી ચીર, ફ્લાવરનાં ઉપરનાં ફૂલના કટકા અને વટાણા બધું વરાળથી બાફી લેવું.
એક વાસણમાં 2 ચમચા માખણ ગરમ કરી, તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં ડુંગળીનું કચુંબર નાંખી, સાંતળવું. ત્યારબાદ તેમાં બધાં બાફેલાં શાક, મીઠું અને ટામેટાંના કટકા નાંખવા. બરાબર સંતળાય એટલે નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો. ઉકળે એટલે કાજુના કટકા, લાલ દ્રાક્ષ અને બદામી કતરી નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. લીંબનો રસ અને લીલા ધાણા નાંખવા. પીરસતી વખતે 2 ચમચા માખણ નાંખી, પરોઠા, બ્રેડ, નાન સાથે ઉપયોગ કરવો.
You may also like