ફરાળી ફ્રુટ ચાટ

(0 reviews)
ફરાળી ફ્રુટ ચાટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. શક્કરિયાં અને બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું અથવા સિંધવ, વાટેલાં અાદું-મરચાં, લીલા ધાણા, લીંબુનો રસ અને આરારુટ નાંખી, મસળી કટલેસ બનાવી, તવા ઉપર તેલ મૂકી તળી લેવી.

    એક ડિશમાં કટલેસના ચાર કટકા કરી મૂકવા. તેના ઉપર ક્રીમ પાથરવું. તેના ઉપર ચીકુને છોલી તેની ચીરી, કેળાના બારીક કટકા, લીલી દ્રાક્ષ, સફરજનને છોલી, પાતળી ચીરી, બધું વારાફરતી મૂકવું. તેના ઉપર ફરાળી મસાલો ભભરાવવો. વચ્ચે દાડમના લાલ દાણા, કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવા.

    સજાવટ માટે – કટલેસની આજુબાજુ ટામેટાંની રિંગ, કેપ્સીકમની રિંગ ગોઠવવી. દાડમના લાલ દાણા અને ચેરી મૂકવી. વચ્ચે સફરજનનું છીણ ગોઠવી તેના ઉપર ટામેટાને સજાવીને મૂકવું. ટુથપિકમાં મોટી લીલી દ્રાક્ષ ઉપર ચેરી મૂકી, વચ્ચે ખોસવી, આજુબાજુ પપૈયાના કટકા, કેળાના કટકા, ચેરી બધુ ટૂથપિકમાં લગાડી ટામેટામાં ખોસી ટામેટું ફ્રટથી સચાવી મૂકવું.

You may also like