ગાજરના ઘૂઘરા

(0 reviews)
ગાજરના ઘૂઘરા

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. ગાજરને છોલી, ધોઈ, લીલો અને સફેદ બાગ ન અાવે તેમ છીણવાં. અા માટે ગાજરને બાજુથી ગોણ છીણવાથી વચ્ચે સફેદ ભાગ રહેશે તે કાઢી નાંખવો. પછી છીણને વરાળથી બાફી લેવું. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણાનો વઘાર કરી, છીણ સાંતળવું. પછી તેમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળે અને સાધારણ કોરું પડે એટલે ઉતારી, સાધારણ શેકેલો માવો, કાજુનો ભૂકો, શેકેલી ખસખસ, કોપરાનું ખમણ અને એલચીનો ભૂકો નાખી હલાવી, સાંજો તૈયાર કરવો.

    મેંદાના લોટમાં કોર્નફ્લોર ભેળવી, તેમાં ઘીનું મોણ નાંખી, કઠણ કણક બાંધવી. એકાદ કલાક કણકને ઢાંકીને રહેવા દેવી. પછી ઠરેલું ઘી લઈ, કેળવી, તેમાંથી પૂરી બનાવવી. તેમાં તૈયાર કરેલો ગાજરનો સાંજો ભર, પૂરી બેવડીવાળી ઘૂઘરા કટરથી કાપી કિનારે કાંગરી પાડવી. પછી ઘીમાં તળી લેવા.

You may also like