શાહી પૂરણપોળી

(0 reviews)
શાહી પૂરણપોળી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, શક્કરિયાંનો માવો વઘારવો. પછી તેમાં નાળિયેરનું ખમણ અને બદામ-કાજુ-ચારોળીનો ભૂકો નાંખવો. સાધારણ શેકાય એટલે માવો અને એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં ગુલકંદ નાંખી, બરાબર હલાવી પૂરણ તૈયાર કરવું.

    રાજગરાનો અને શિંગોડાનો લોટ ભેગો કરી, તેમાં થોડું ઘીનું મોણ નાંખી, કણક બાંધવી. તેમાંથી લૂઅા લઈ, રોટલી વણવી. તેના ઉપર પૂરણ મૂકી, બંધ કરી, પૂરણપોળી બનાવી તવા ઉપર બન્ને બાજુ શેકી ઉતારી, ઘી લગાડી પીરસવી.

You may also like