કચ્છી દાબેલી

(0 reviews)
કચ્છી દાબેલી

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં બાફેલા બટાકાનો માવો અને દાબેલીનો મસાલો નાખીને સારી રીતે મિક્સ કરી લો. જરૂર પ્રમાણે તેમાં મીઠું ઉમેરો અને સાથે ખજૂર-આમલીની ચટણી એકથી બે ટેબલ સ્પૂન ઉમેરીને હલાવી લો. ગેસ પરથી ઉતારીને તેમાં સમારેલી ડુંગળી ભેળવી લો. ત્યારબાદ દાબેલીના બનને વચ્ચેથી કાપીને તેની એક ભાગ પર ખજૂર-આમલીની ચટણી અને બીજા ભાગ પર લસણ-મરચાંની પાતળી ચટણી લગાવો. હવે બન્ને પડ વચ્ચે બટાકાનો તૈયાર કરેલો મસાલો ભરો. તે વખતે સાથે મસાલા સીંગ અને દાડમના દાણા પણ મસાલામાં ઉમેરો (આ મસાલાને થોડો ઢીલો રાખવો). હવે બંનેને માખણ લગાવીને બન્ને તરફ દબાવીને થોડા-થોડા શેકી લો. ગરમ-ગરમ દાબેલી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો. તમે શેક્યા વગરની કાચી દાબેલી પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સ્વાદમાં ચેન્જ માટે તેમાં તીખી, મોળી સેવ અને લીલી કોથમીર પણ નાખી શકો છો.

You may also like