સ્ટ્રોબેરી લિચી લેયર્ડ યોગર્ટ

(0 reviews)
સ્ટ્રોબેરી લિચી લેયર્ડ યોગર્ટ

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. (૧) ૪ સ્ટ્રોબેરીના નાના ટુકડા કરવા. ૨ સ્ટ્રોબેરીની પાતળી સ્લાઈસ કરવી. સ્ટ્રોબેરીના ટુકડામાં ૧ ટેબલસ્પૂન આઈસિંગ સુગર મિક્સ કરવી.
    (૨) મસ્કામાં બાકી રહેલી આઈસિંગ સુગર અને કન્ડેન્સ્ડ મિલ્ક બરાબર મિક્સ કરી લેવું. આ મસ્કાના ત્રણ ભાગ કરવા.
    (૩) પહેલા ભાગમાં સ્ટ્રોબેરી ક્રશ મિક્સ કરવો.
    બીજા ભાગમાં લિચી ક્રશ મિક્સ કરવો.ત્રીજા ભાગમાં બદામની કતરણ અને વેનિલા એસેન્સ મિક્સ કરવું.
    (૪) ડેઝર્ટ સર્વ કરવા માટે ૩ નાના ઊંડા કાચના બાઉલ્સ અગર ઊભા નાના કપ લેવા. જેમાં સૌથી નીચે સ્ટ્રોબેરી ક્રશ મિશ્રિત મસ્કો દરેક કપમાં મૂકવો. તેના ઉપર સ્ટ્રોબેરીના ઝીણા સમારેલા ટુકડા ગોઠવવા. તેની ઉપર લિચી ક્રશવાળો મસ્કો ગોઠવવો. ફરી સ્ટ્રોબેરીના ટુકડા ગોઠવવા. છેલ્લા લેયર માટે વેનિલા એસેન્સ અને બદામની કતરણવાળું હંગકર્ડ / મસ્કો પાથરી સ્લાઈસ કરેલ સ્ટ્રોબેરી અને બદામની કતરણથી સજાવી ફ્રીજમાં ખૂબ ઠંડું કરવા મૂકવું.
    (૫) ત્રણ રંગનું આ લેયર્ડ યોગર્ટ બરાબર ઠંડું થઈ સેટ થયા બાદ સર્વ કરવું.
    (૩ નાના સર્વિંગ્સ)

You may also like