મગદાળના વડાનું ગ્રેવીવાળું શાક

(0 reviews)
મગદાળના વડાનું ગ્રેવીવાળું શાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. મગની દાળને સાફ કરીને ૨-૩ કલાક પલાળી રાખો. ત્યાર પછી ક્રશ કરી લો. તેમાં સ્વાદ પ્રમાણે આદું-મરચા અને એક ડુંગળી સમારીને નાખો. મીઠું ભેળવીને વડાનું મિશ્રણ તૈયાર કરો. કડાઇમાં તેલ ગરમ કરી તેમાં વડા તળી લો. હવે ડુંગળી અને ટામેટાંને અલગ અલગ ક્રશ કરી લો. દહીંને ફીણો. કડાઇમાં એક ચમચી તેલ ગરમ કરી જીરું નાખો, પછી તેમાં ડુંગળીને સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટાંની ગ્રેવી, દહીં, લીલા મરચાં, લાલ મરચું, હળદર, ધાણાનો પાઉડર ઉમેરો. મિશ્રણમાંથી તેલ છુટું પડે એટલે તેમાં થોડું પાણી રેડૉ. પાણી ઉકળે એટલે તેમાં વડા નાખી થોડી વાર ખદખદવા દો. શાક તૈયાર થઇ જાય એટલે ગરમ મસાલો અને કોથમીર ભભરાવી સર્વ કરો.

You may also like