ગટ્ટાનું શાક

(0 reviews)
ગટ્ટાનું શાક

આવશ્યક સામગ્રી (Ingredients)

બનાવવાની રીત (Directions)

  1. સૌપ્રથમ ચણાના લોટને થોડા હૂંફાળા પાણીમાં નરમ કણક બાંધી લો. તેને વીસેક મિનીટ સુધી ઢીંકીને રહેવા દો. હવે આ કણકમાંથી બેસનના લાંબી રોલ બનાવો. વાસણમાં માપસર પાણી લઈ ઉકાળો તેમાં આ બેસનના રોલને સીજવા મુકો. હવે આ રોલને લગભગ પંદર મિનિટ સુધી ઉકાળો. પછી એક પ્લેટમાં કાઢી ઠંડા પડવા દો. આ રોલના ટુકડાને અડધા ઈંચના ટુકડા કરી લો. ટામેટાં, લીલાં મરચાં, લસણ અને આદુંને જીણા પીસી લો. તેમાં દહીં અને મલાઈ મેળવી ફરી એક વખત મિક્સરમાં ક્રશ કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરુ તતડે એટલે હીંગ ઉમેરો. બાદમાં દહીં મલાઈની મિક્સ ગ્રેવીને તેલમાં નાખી બરાબર સાતળો. તેમાં પાણીમાં ઉકેળેલાં ગટ્ટા ઉમેરો. જ્યાં સુધી શાક વ્યવસ્થિત ઉકળી ન જાય અને ગટ્ટા નરમ ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. બાદમાં તેમાં ગરમ મસાલો ઉમેરી ત્રણેક મિનિટ સુધી પકવા દો. બસ તૈયાર છે ગટ્ટાનું શાક સર્વ કરતા પહેલાં તેને કોથમીરથી ગાર્નિશ કરો.

You may also like